દોહાઃ સાઉદી અરેબિયાએ વિશ્વની સૌપ્રથમ સેલ્ફ-ડ્રાઈવિંગ ફ્લાઇંગ ટેક્સી સર્વિસનો પ્રારંભ કર્યો છે. આ અનોખી સેવાના પ્રારંભનો ઉદ્દેશ હજયાત્રા દરમિયાન યાત્રાળુઓને મદદ કરવાનો છે. આ ઈલેક્ટ્રિક ટેક્સીએ ગત મહિને જ અબુ ધાબીમાં પેસેન્જર સાથે તેની પ્રથમ ફ્લાઈટ પૂર્ણ કરી હતી. આ ઇ-ટેક્સીનો કન્સેપ્ટ ઈહેંગ નામની ચાઈનીઝ કંપનીએ વિકસાવ્યો છે. હાલ સાઉદી અરેબિયા આ સેલ્ફ-ડ્રાઇવિંગ ટેક્સી અલ અરાફાત, મીના અને મુઝદલિફાના રૂટ પર ચલાવી રહ્યું છે. યાત્રાળુઓને પરિવહનની સાથે સાથે લોજિસ્ટિક્સ સપોર્ટ અને ઈમરજન્સી સેવા માટે પણ તે સજ્જ છે. સાઉદી અરેબિયા તેના વિઝન 2030 પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે.