ન્યૂ યોર્કઃ સંશોધકોએ બાળકોની મનપસંદ એવી પ્રવૃતિ સાબુના દ્રાવણમાંથી પરપોટાં કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનું રહસ્ય ઉકેલી દીધું છે. આ સંશોધન દ્વારા સ્પ્રે અને ફોમ્સમાં વિવિધ સુધારા માટે મદદ મળી શકશે. અનેક પ્રયોગો દ્વારા ન્યૂયોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે બે રીતે પરપોટાં બનાવી શકાય છે. એક તો સીધા જ હવાના જોરદાર પ્રવાહને સાબુના દ્રાવણના પડ પર છોડવામાં આવે તો અને બીજું, જ્યારે સામાન્ય એવા ફુલાયેલા સાબુના દ્રાવણના પડ પર જ્યારે હળવેથી હવા ફેંકવામાં આવે ત્યારે પરપોટાં બની શકે છે. સાબુનું દ્રાવણ ચીકાશ ધરાવતું હોય છે તેના કારણે હવાના ફોર્સથી તેનું પડ ફાટી જતું નથી પરંતુ ફુલાય છે. જેના કારણે પરપોટો બની શકે છે..
વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે, સાબુના દ્રાવણમાં ચીકાશ હોવાથી હવા પસાર થઈ શકતી નથી અને તેના કારણે દ્વાવણનું પાતળું પડ ફૂલાતું જાય છે. આ રીતે સાબુના દ્રાવણના પાતળા પડને જ્યારે હવાનો ફોર્સ હળવેથી અપાય છે ત્યારે તે ફૂલાઈને પરપોટો બને છે..