સિંગલ ડિજિટ નંબર પ્લેટના ઉપજ્યા રૂ. 70 કરોડ

Sunday 01st May 2022 17:23 EDT
 
 

દુબઈ: ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે. યુએઈની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ ચેરિટીના ઉમદા ઉદ્દેશ સાથે યોજેલી નંબર પ્લેટ અને ફોન નંબરની હરાજી દ્વારા 3.35 બિલિયન રૂપિયા ભેગા કર્યાં છે.
યુએઈની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સમયાંતરે આવી હરાજી યોજતી હોય છે. જોકે આ વખતના ઓક્શનમાં સિંગલ ડિજિટ નંબર પ્લેટ એટલે કે એક આંકડાની નંબરપ્લેટ A.A.8 આકર્ષણનું કેન્દ્ર હતી. ગયા વર્ષે આવી જ સિંગલ ડિજિટ નંબર પ્લેટ મ9ની હરાજી રૂ. 79 કરોડમાં થઈ હતી. આ વખતે રેકોર્ડ તૂટ્યો છે. ઓક્શનમાં ઉપજેલી કુલ રૂ. 3.35 બિલિયનનો ઉપયોગ 50થી વધુ દેશોમાં નબળાં વર્ગના લોકોને ભોજન પૂરું પાડવા માટે થશે. અન્ય ડબલ ડિજિટ નંબર પ્લેટ F-55 અને V-66ની હરાજી 8-8 કરોડ રૂપિયામાં થઇ હતી. ઉલ્લેખનીય છે કે 2016માં દુબઈમાં રહેતા ભારતીય વેપારી બલવિંદર સાહનીએ રૂ. 68 કરોડમાં D-5 નંબરની પ્લેટ ખરીદી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter