સિંગાપોરઃ વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે. આ વર્ષે પહેલી ડિસેમ્બરથી દેશની તમામ કંપનીઓમાં આ નિયમ લાગુ થશે. ઉપરાંત, મહિલાઓ, વધુ વય ધરાવતાં કર્મચારીઓ અને કોઈની સંભાળ લેતા કર્મચારીઓને લાંબી રજા લેવાની અને તેઓ ઇચ્છે ત્યારે કામ પર પરત આવવાની મંજૂરી અપાશે. તેમને લાંબા સમય સુધી ઘરેથી કામ કરવાનો પણ અધિકાર હશે.