સિંગાપોરમાં દિવાળી અને અન્ય હિન્દુ તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઇ છે. અહીં ‘લિટલ ઈન્ડિયા’ રંગબેરંગી રોશનીઓથી ઝગમગી ઊઠ્યું છે. સિંગાપોરના માનવ સંસાધન પ્રધાન લિમ સ્વી સેએ ૧૯ સપ્ટેમ્બરે રાત્રે ૩૦ હજાર મીટરમાં વિસ્તરિત એલઈડી રોશનીઓ, બેનર્સ, ફ્લેટપોસ્ટ ટેન્ટેઝ કેમ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. આ વિસ્તારના આ વિસ્તારના મુખ્ય માર્ગ સેરંગુન રોડ પર એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભના આયોજક લિટલ ઈન્ડિયા શોપકિપર્સ એન્ડ હેરિટેજ એસોસીએશનના અધ્યક્ષ રાજાકુમાર ચંદ્રાએ કહ્યું હતું, ‘અમને આશા છે કે બે મહિનાની આ ઉજવણી દરમિયાન ૨૦ લાખ લોકો અહીં આવશે.’
• પુત્રીએ Isilના વિડીઓની અસર હેઠળ માતાની હત્યા કરીઃ ડેનિશ તરુણી લિસા બોર્ચે તેના ઈરાકી ઈસ્લામિસ્ટ બોયફ્રેન્ડ સાથે Isilના શિરોચ્છેદ વિડીઓ નિહાળ્યાં પછી તેની અસર હેઠળ પોતાની માતા પર ૨૦ વખત ચાકુના ઘા માર્યાં હતાં. ગયા ઓક્ટોબર મહિનામાં માતા ટીના રુમર હોલ્ટગાર્ડ તેના ઘરમાં નિદ્રાધીન હતી ત્યારે ૧૫ વર્ષીય પુત્રીએ ચાકુના ઘા મારતાં તેનું મોત નીપજ્યું હતું. હત્યા પછી લિસાએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ટ્રાયલ દરમિયાન લિસા અને તેના બોયફ્રેન્ડ બખ્તિયાર મોહમ્મદ અબ્દુલ્લાએ એકબીજા સામે હત્યાના આક્ષેપ કર્યા હતા. સ્વીડિશ કોર્ટે લિસાને નવ વર્ષ અને અબ્દુલ્લાને ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી. લિસાના સાવકા પિતાએ જણાવ્યું હતું કે, તેમની સાવકી પુત્રી ઈસ્લામિક સ્ટેટની કટ્ટર સમર્થક હતી. સજાના પરિણામે લિસાને તેની માતાના વારસામાં કોઈ અધિકાર રહેશે નહિ.