સિડની સ્વામીનારાયણ મંદિરમાં પાંચ દિવસીય પાટોત્સવ યોજાયો

Tuesday 23rd January 2018 15:17 EST
 
 

સિડની: સિડનીમાં આવેલા કિંગ્‍સ પાર્કમાં ૧૭ જાન્‍યુઆરીથી ૨૧ જાન્‍યુઆરી સુધી પાંચ દિવસીય સ્‍વામીનારાયણ મંદિર પાટોત્‍સવ ઉજવાઇ ગયો. આ પાટોત્‍સવનું આયોજન આચાર્યશ્રી કૌશલેન્‍દ્ર પ્રસાદજીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પાટોત્‍સવમાં આચાર્ય કૌશલેન્‍દ્ર પ્રસાદજીની પણ ઉપસ્‍થિતિ તથા માર્ગદર્શન હતાં ઉપરાંત ગુજરાતના કચ્‍છ ભુજથી ૨૦થી વધુ સંતો હાજર રહ્યાં હતાં. પાંચ દિવસ સુધી ચાલેલા આ પાટોત્‍સવમાં વિશાળ સંખ્‍યામાં સ્‍થાનિક તથા દેશવિદેશના હરિભકતો જોડાયા હતાં. પાટોત્‍સવની ઉજવણી અંતર્ગત તમામ હરિભકતો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જે માટે શ્રી સ્‍વામીનારાયણ મંદિર પાર્કના તથા કચ્‍છ ગુજરાતના અનેક હરિભકતો તન, મન તથા ધનથી સેવાઓ આપી કૃતાર્થ થયાં હતાં. આગામી ૨૪ જાન્‍યુઆરીથી ૨૮ જાન્‍યુઆરી ૨૦૧૮ દરમિયાન મેલબોર્નમાં ૬ઠ્ઠો પાટોત્‍સવ ઉજવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter