સિડની: રેજેન્ટ્સ પાર્કમાં ભારતીય મંદિરમાં ૧૮મીએ અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી હતી. જેના કારણે ૩૦થી વધારે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ મંદિરના પૂજારી પારસ મહારાજ અન્ય ભક્તો સાથે ઘરેથી જ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે અમે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે આ પ્રકારની ઘટના અહીં ઓસ્ટ્રેલિયામાં બનશે. અમે હજી પણ આઘાતમાં છીએ અને ઘટના કેવી રીતે બની તે અંગે વિચારી પણ શકતા નથી. ૧૨ વર્ષ અગાઉ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા આવીને વસતા ફીજી નાગરિકોએ આ મંદિરને ફરીથી શરૂ કરવા માટે ફંડ એકઠું કર્યું હતું. ન્યૂ સાઉથ વેલ્સના મલ્ટિકલ્ચરિઝમ મિનિસ્ટર રે વિલિયમ્સે એક યાદી બહાર પાડીને પોતાના નિવેદનમાં આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.