દામિશ્કઃ સીરિયામાં આતંકની ઘટનામાં ઉમેરો થતાં ૪ શહેરો અને કુર્દ નિયંત્રિત વિસ્તારમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં ૪૩ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે ૪૫થી વધારે લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ બશરનો ગઢ ગણાતા ટર્ટૂસમાં બે આત્મઘાતી હુમલામાં ૩૦ સ્થાનિક લોકોનાં મોત થયા હતા. ટર્ટૂસ ઉપરાંત હોમ્સ, દામિશ્ક અને કુર્દ નિયંત્રણ ધરાવતા હસસ્કાહમાં ધડાકાઓમાં થયા હતાં.
આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. પહેલા બ્લાસ્ટમાં કારવિસ્ફોટ થતાં ઘાયલ લોકોની મદદ માટે ભીડ ભેગી થઈ ગઈ હતી. આ ઘટનાના રેસ્ક્યૂ ઓપરેશન વખતે અન્ય આત્મઘાતી હુમલાખોરો કમરે બાંધેલા બોમ્બથી બ્લાસ્ટ કરતાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. હોમ્સના સૈન્ય ચેકપોઇન્ટ પર આ બ્લાસ્ટ થયો હતો. જેમાં બે માણસોનાં મૃત્યુ થવા પામ્યા હતાં. જ્યારે હસસ્કાહમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.