ખાર્તૂમ: આફ્રિકાના સૌથી હિંસાગ્રસ્ત દેશ સુદાનમાં એક વર્ષના આંદોલન બાદ ૩૦ વર્ષ જૂના ઇસ્લામિક શાસનનો અંત આવ્યો છે. સુદાન સરકારે હવે શાસનને ધર્મથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમદોક અને સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ નોર્થ વિદ્રોહી સમૂહના નેતા અબ્દુલ અઝીઝ અલ હિલુની વચ્ચે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબામાં એક કરાર પર તાજેતરમાં હસ્તાક્ષર થયાં છે. આ કરાર અનુસાર સુદાનમાં હવે લોકશાહીની ચૂંટણી યોજાશે. સુદાનમાં તમામ લોકોના અધિકારો સુનિશ્ચિત કરાશે. જોકે સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ - નોર્થના બે જૂથોમાંથી એક જૂથે ધર્મનિરપેક્ષ પ્રણાલિ વગર શાંતિકરાર પર સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. લોકશાહી અંગેના આ નિર્ણયના લીધે સુદાનના દારફુર અને બીજા વિસ્તારોમાં હિંસા ફેલાઈ છે.