મોગાદિશુઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકીઓએ એક હોટેલને નિશાન બનાવીને બોમ્બ ધડાકો કર્યો હતો. આ હુમલામાં બે સાંસદ સહિત ૧૫ લોકો માર્યા ગયા હતા. પહેલી જૂને રાત્રે વિસ્ફોટ બાદ આતંકીઓએ હોટેલ પર ફાયરિંગ પણ કર્યું હતું અને હોટેલના કેટલાક ભાગ પર કબજો પણ જમાવ્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે બીજા દિવસે સવારે અથડામણ થઈ હતી. આતંકી સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે.
અલ શબાબના મિલિટરી ઓપરેશનના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે હુમલો સરકારી ઓફિસરોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અમે હોટેલમાં અનેક લોકોની હત્યા કરી છે, જેની વધુ માહિતી પછી આપીશું. અમારા મુજ્જાહિદ્દીન હોટેલના ટોપ ફ્લોર પર છે. જોકે, સોમાલિયા ઓથોરિટી નિવેદનનું સમર્થન કર્યું નથી.