નવી દિલ્હીઃ કોરોના મહામારી સામેના જંગને વધુ અસરકારક બનાવવાની દિશામાં ભારતે મહત્ત્વનું પગલું ભર્યું છે. રશિયન બનાવટની સ્પુતનિક વેક્સિનેશનનું ભારતમાં જ ઉત્પાદન શરૂ કરાયું છે. વેક્સિન ઉત્પાદક કંપની પૈનેસિયા બાયોટેક એક વર્ષમાં ૧૦ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. રશિયાની આ રસીને ભારતમાં મોકલાઇ છે, જેને પગલે ભારતમાં કોરોના સામે મહત્તવપૂર્ણ રસીકરણ અભિયાનને પણ વેગ મળવાની આશા છે. અનેક રાજ્યો કેન્દ્ર સરકાર સામે રસીની અછતની ફરિયાદ કરી રહ્યાં છે એવામાં સ્પૂતનિક રસીના ઉત્પાદનને મંજૂરી મળી ગઇ હોવાથી રસીનું ઉત્પાદન વધશે.
ભારતમાં હાલ સીરમ ઇન્ટિસ્ટ્યૂટ દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડ તેમજ ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહેલી કોવેક્સિન દ્વારા રસીકરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે અને હવે તેમાં સ્પૂતનિકનો પણ પ્રવેશ થઇ રહ્યો છે.