બેઈજિંગઃ તાઇપેઈ સામે સખત વલણ અપનાવતા ચીનના પ્રમુખ જીનપિંગે તાઇવાનને સ્વતંત્રતાનો રાગ નહીં આલાપવા અને શાંતિપૂર્ણ રીતે ચીન સાથે એક દેશ બે સિસ્ટમના આધારે ભળી જવા કહ્યું હતું. જો તાઇપેઈ સ્વતંત્રતાનો વિચાર માંડી નહીં વાળે તો લશ્કરી કાર્યવાહી કરવાની પણ જીનપિંગે ધમકી આપી હતી. તાઇવાનના તેમના સમકક્ષને સંદેશો આપવા ૪૦મી જયંતી નિમિત્તે બીજીએ પોતાના ભાષણમાં તેમણે હોંગકોંગની જેમ એક દેશ બે સિસ્ટમના આધારે શાંતિપૂર્ણ રિયુનિફિકેશન કરી લેવા પણ સુચન કર્યું હતું.
જીનપિંગે કહ્યું કે, ‘ચીનાઓ ચીનાઓ સાથે લડતા નથી. અમે બળ વાપરવાનું વચન આપતા છોડતા નથી અને જરૂરી તમામ પગલાં લેવાના અમારો અધિકાર ધરાવીએ છીએ’ તાઇવાનની સ્વતંત્રતાની હિમાયત કરનાર પ્રમુખ ત્સાઇ ઇન્ગ-વેનને તેમણે કહ્યું હતું કે નેશનલ રિયુનિફિકેશન હાંસલ કરવા શ્રેષ્ઠ માર્ગ શાંતિપૂર્ણ સહઅિસ્તત્વ છે.