સ્વિત્ઝર્લેન્ડની બેકર નતાશા કોલિન કિમે દુનિયાની સૌથી મોટી પહેરી શકાય તેવી કેક ડ્રેસ બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આ વેડિંગ ડ્રેસનું વજન 131.15 કિલો હતું. આ કેક ડ્રેસને 15 જાન્યુઆરીએ બર્નમાં સ્વિસ વર્લ્ડ વેડિંગ ફેરમાં પ્રદર્શિત કરાયો હતો. એટલું જ નહીં, આ વેડિંગ ફેરની મુલાકાતે આવેલા મહેમાનોને કેક ડ્રેસના ટુકડા પણ વહેંચવામાં આવ્યા હતા.