સ્ટોકહોમઃ સ્વીડનની રાજધાની સ્ટોકહોમના સિકલામાં અનોખા ‘વુડન સિટી’નું નિમાર્ણ થઈ રહ્યું છે, જે લાકડાનું બનેલું વિશ્વનું સૌથી મોટું શહેર હશે. અહીં શાળા, ઓફિસ સ્પેસ, મકાન વગેરે બધેબધું લાકડાનું હશે. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર કાર્બન ઉત્સર્જનનો ઘટાડવાનો છે. વાસ્તવમાં લાકડાની ઈમારતો સ્ટીલ અને કોંક્રીટની સરખામણીમાં વધુ ટકાઉ હોય છે. વળી આ પ્રકારની ઈમારતો માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે, કારણ તે કુદરતી વાતાવરણને જીવંત રાખે છે. સ્વીડનમાં 16 ટકા નવી ઈમારતો લાકડાની બની રહી છે, જે એક દાયકા પહેલા માત્ર 9 ટકા હતી. એક સંશોધન મુજબ, યુરોપમાં 80 ટકા નવી ઈમારતો લાકડાની બનશે તો કન્સ્ટ્રક્શન પ્રોસેસને લીધે થતાં કાર્બન ઉત્સર્જન અડધું થઈ જશે. નવનિર્મિત શહેરમાં લાકડાના બનેલા 2000 મકાન અને 7000 ઓફિસ હશે. આ શહેરના 70 ટકા ભાગમાં વુડલેન્ડ હશે.