બર્નઃ સુંદર ગ્લેશિયર, ફૂલો,વનરાજીથી સુશોભિત સ્વિત્ઝર્લેન્ડે ઇસ્વી સન ૧૮૧૫થી ‘નો વોર’ પોલીસી હેઠળ પોતાનો વિકાસ કર્યો છે. ૧૮૭૦માં ઇસ ફેન્કો પર્સિયન વોર થઇ તે વેળા પણ તે યુદ્ધથી અળગું રહ્યું હતું. ૧૯૧૫ પૂર્વે અને ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાના વિવિધ દેશો જૂથો બનાવીને સીધી કે આડકતરી રીતે એકબીજાની સામે લડયા હતા ત્યારે પણ સ્વિત્ઝર્લેન્ડ યુદ્ધમાં ભાગ લેવાના સ્થાને તટસ્થ રહ્યું હતું.
સ્વિત્ઝર્લેન્ડના પાડોશી દેશો જર્મની, ઓસ્ટ્રિયા અને ઇટાલી વિશ્વયુદ્ધ લડવામાં મોખરે હતા ત્યારે તટસ્થતા જાળવવી અઘરી હતી. બીજા વિશ્વયુદ્ધમાં રશિયન શરણાર્થીઓ પાડોશી દેશ લિચટેન્સ્ટેઇનમાં આવતા હતા ત્યારે પણ સ્વિત્ઝર્લેન્ડ સંયમ રાખ્યો હતો. રશિયા અને અમેરિકા વચ્ચેની કોલ્ડવોર દરમિયાન ૧૯૬૨માં પરમાણુ બોંબથી પણ સુરક્ષિત રહે તેવું સ્થળ બનાવ્યું હતું. જોકે આમ છતાં આ દેશના નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં થયેલા મુંબઇ એટેક જેવો આતંકવાદી હુમલો સ્વિત્ઝર્લેન્ડમાં અશકય છે.