રિયાધઃ સાઉદીએ શાહી કુટુંબના જ પ્રિન્સ તુર્કી બિન સાઉદ અલ કબીરનો એક વ્યક્તિની હત્યાના કેસમાં શિરચ્છેદ કર્યો હતો. વર્ષ ૨૦૧૨માં આદેલ-અલ-મહમદ નામના માણસ પર ગોળીબાર કરીને તેની હત્યાનો કેસ કબીર પર ચાલતો હતો. સાઉદી અદાલતે વર્ષ ૨૦૧૪માં હત્યાના કેસમાં કબીરને દોષિત જાહેર કર્યા હતા. સાઉદીના રાજા સલમાન મોતની સજા પામનાર શહેઝાદા કબીરના પિતરાઈ છે. પીડિત પરિવારે બ્લડમની સ્વીકારવાનો ઇનકાર કરતાં હત્યાકેસના દોષિત પ્રિન્સનો શિરચ્છેદ કરાયો હતો.