તહેરાન: પાકિસ્તાનમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થયાનું બહાર આવ્યું છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે બીજી ફેબ્રુઆરીએ રાત્રે પાકિસ્તાનમાં દાખલ થઈ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. ઈરાનના જવાનોએ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ અદલ દ્વારા અપહરણ કરાયેલા પોતાના બે ગાર્ડને છોડાવી લીધા હોવાના અહેવાલ હતા. ઈરાને પાકિસ્તાની સૈન્યને આ અંગેની આગોતરી કોઈ જાણકારી આપી નહોતી. ૩ તારીખે ઈરાને પોતાની સર્જિકલ સ્ટ્રાઈકને સફળ ગણાવી હોવાનો દાવો કર્યો હતો. ૧૬ ઓક્ટોબર ૨૦૧૮માં સૈનિકોનું અપહરણ કરાયું હતું. નવેમ્બર ૨૦૧૮માં ૫ સૈનિકો મુક્ત કરાયા હતા. માર્ચ ૨૦૧૯માં વધુ ૪ મુક્ત થયા હતા.