નવી દિલ્હી: પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઈ હુમલા પછી સરકારે સુખોઈ ફાઇટર વિમાનોને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૪૦થી વધુ સુખોઈ વિમાનોને એ રીતે તૈયાર કરાશે. જેથી સરહદ પાર કર્યા વિના જ બાલાકોટ એર સ્ટ્રાઇક જેવા ઓપરેશન હાથ ધરી શકાશે. બ્રહ્મોસ મિસાઇલ ૩૦૦ કિ.મી.થી વધુ દૂર સુધી અવાજની ગતિએ હુમલો કરી શકે છે. તેનાથી વાયુદળ દુશ્મન દેશના ૩૦૦ કિ.મી. દૂરના વિસ્તાર પર પણ સરહદ પાર કર્યા વિના હુમલો કરી શકશે.