હાઈ બ્લડપ્રેશરને લીધે મુશર્રફ આઈસીયુમાં

Friday 12th February 2016 06:19 EST
 
 

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને એક મુસાફરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થવાથી તાત્કાલિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં ખસેડાયા હતા. ૭૨ વર્ષીય મુશર્રફને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થતાં તેમનો શ્વાસ રુંધાવાનો શરૂ થયો હતો. જેના કારણે આધુનિક સારવારની સુવિધા ધરાવતા જહાજ પી. એન. એસ. સૈફાના આઈસીયુમાં ૧૧મી ફેબ્રુઆરીએ તેઓને દાખલ કરાયા હતા. તેમની વ્યક્તિગત સારવાર કરનારા તબીબને પણ ત્યાં જ હાજર રાખવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter