હાડપિંજરોની ઉપર બેસીને જમાડતું રેસ્ટોરાં

Sunday 13th October 2024 08:43 EDT
 
 

શું તમારે હાડપિંજરોની ઉપર બેસીને જમવાનું આવે તો જમી શકો ખરાં? રોમમાં આવેલી મેકડોનાલ્ડ્સની રેસ્ટોરાં દુનિયાની એક માત્ર એવી રેસ્ટોરાં છે કે જે હાડપિંજરોથી પથરાયેલા રસ્તા પર બનેલી છે. આ રસ્તાની ઉપર સ્ટ્રક્ટર બનાવીને કાચ લગાવાયા છે કે જેથી તમે કાચ પરથી પસાર થાઓ કે જમવા માટે બેસો ત્યારે પણ નીચે પથરાયેલાં હાડપિંજર અને મૃતદેહો દેખાતાં હોય છે.

આ રેસ્ટોરાંને હમણાં દુનિયાની સૌથી ડરામણી રેસ્ટોરાં જાહેર કરવામાં આવી છે. લોકો તેના વિશે સાંભળીને ત્યાં બર્ગર ખાવા માટે દોડયા આવે છે પણ રેસ્ટોરાંમાં બેસતાં જ તેમનાં હાંજા ગગડી જાય છે. નીચે દેખાઈ રહેલાં હાડપિંજરોને જોઈને ખાવાનું ગળે ઉતરતું જ નથી.
આ હાડપિંજરથી બનેલો રસ્તો બે હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે. 1990ના દાયકામાં ખોદકામ દરમિયાન આ સાઈટ મળી પછી કામ અધૂરું છોડીને તેને આ રીતે જ જાળવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter