નોઈડા: હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનાર એમેઝોન કંપની સામે નોઈડામાં કેસ કરવામાં આવ્યો છે. નોએડા પોલીસના કહેવા પ્રમાણે વિકાસ મિશ્ર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, કંપની પોતાની સાઈટ પર એવા સામાનોના ફોટા મૂકે છે જેનાથી હિન્દુઓની ધાર્મિક લાગણી ઘવાય છે.
પોલીસે એમેઝોનના સ્થાનિક વેન્ડરને બોલાવીને જાણકારી લીધી હતી અને એ પછી કેસ નોંધ્યો હતો. એમેઝોન હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોવાળી વાંધાજનક વસ્તુઓ મોટાભાગે વિદેશમાં વેચે છે. જે એમેઝોન ડોટ કોમ પર સર્ચ કરવાથી મળે છે. જેમાં ટોયલેટ સીટ અને ડોરમેટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રકારના સામાન અમેરિકા અને અન્ય દેશોમાં ૧૦ ડોલરથી ૨૨૦ ડોલર સુધીમાં વેચાય છે. આ પહેલા કેનડામાં ડોરમેટ પર ભારતનો ઝંડો દર્શાવવા બદલ પણ એમેઝોન વિવાદમાં આવી હતી. સુષ્મા સ્વરાજે તે સમયે એમેઝોનને ચેતવણી પણ આપી હતી અને એમેઝોનના અધિકારીઓને વિઝા
નહીં આપવાની પણ ચીમકી આપી હતી.