હિન્દુ કિશોરીએ કહ્યુંઃ ઇસ્લામ સ્વીકાર્ય નથી

Sunday 16th February 2020 06:44 EST
 
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈકબાબાદથી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦એ અપહરણ કરાયેલી ૧૫ વર્ષીય સગીર હિન્દુ કિશોરીએ સાતમી જાન્યુઆરીએ સ્થાનિક કોર્ટમાં કહ્યું કે હું ઇસ્લામ કબૂલ કરવા નથી ઇચ્છતી. તેણે કહ્યું કે જે મુસ્લિમ માણસ અલી રઝા મિર્ચિ સાથે તેની શાદી થઇ છે તેની સાથે પણ તેને નથી રહેવું. તેણે રજૂઆત કરી કે તેને તેનાં માતા-પિતા પાસે મોકલી દેવાય. કોર્ટમાં અને બહાર મૌલવીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી જજે બંધ બારણે કેસની સુનાવણી કરી હતી. આ અગાઉ ૨૧ જાન્યુઆરીને કિશોરીએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેણે તેની મરજીથી ઇસ્લામ સ્વીકાર્યો છે અને અલી રઝા સાથે શાદી પણ પોતાની મરજીથી કરી છે. જોકે હવે તેણે ફેરવી તોળ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter