ટોક્યોઃ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જાપાનની સરકારી બ્રોડકાસ્ટર ચેનલ એનએચકેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ હિરોશીમાના તેમના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન હિરોશીમા પર અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાની માફી નહીં માગે. તેમણે કહ્યું હતું કે, એ હુમલા માટે હું માફી નહીં માગુ કારણ કે મને લાગે છે કે યુદ્ધ દરમિયાન નેતાઓએ દરેક પ્રકારના નિર્ણયો લેવા પડે છે. ઓબામા ૨૩મી મેએ એશિયાની તેમની એક સપ્તાહની ‘ફેરવેલ ટૂર’ના ભાગરૂપે વિયેતનામ પહોંચ્યા હતા. ઓબામા વિયેતનામથી જાપાનની મુલાકાત રવાના થશે. જ્યાં તેઓ હિરોશીમા પણ પહોંચશે. હિરોશીમા પર અમેરિકાના પરમાણુ હુમલા બાદ ઓબામા આ શહેરની મુલાકાત લેનારા સૌપ્રથમ યુએસ પ્રમુખ બનશે.