શાંઘાઇઃ ચીન ખાતે યોજાયેલા શાંઘાઈ ટ્રેડ ફેરમાં કોરોનેટ દ્વારા તૈયાર કરાયેલ ગોલ્ડ ટોઇલેટ રજૂ કરાયું હતું. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાની રેસમાં સામેલ આ ટોઇલેટ ફક્ત સોનાનું જ નથી, પરંતુ તેને ૪૦,૦૦૦ હીરા વડે મઢી લેવાયું છે. સૌથી મહત્ત્વની વિશેષતા તો એ છે કે ટોઈલેટ તૈયાર કરનાર કંપની કોરોનેટના સ્થાપક ઓરોન શુમે જણાવ્યું હતું કે અમે એક ડાયમંડ આર્ટ મ્યુઝિયમ તૈયાર કરવા માંગીએ છીએ જેથી વધુ લોકો તેની લાભ લઈ શકે. આ ગોલ્ડ ટોઇલેટની કિંમત ૧૨ લાખ ડોલર આંકવામાં આવી છે. ચીન ખાતે આયોજિત શાંઘાઈ ટ્રેડ ફેરમાં હીરાજડિત અનેક વસ્તુઓ રજૂ કરાઈ હતી. ટોઈલેટની સીટ પણ બુલેટપ્રૂફ બનાવવામાં આવી છે.