હોંગકોંગઃ ૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરુદ્ધમાં નવમીએ લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
બ્રિટને જ્યારે હોંગકોંગ ચીનને હસ્તગત કર્યું ત્યારે હોંગકોંગને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. જેના કારણે હોંગકોંગને ચીન (મેઇલેન્ડ ચાઇના)થી અલગ ચલણ, અલગ કાયદાઓ અને સંસદ મળી હતી.
હોંગકોંગે સુધારેલા નવા કાયદા પ્રમાણે જાહેર કર્યું કે અમુક ગુનાના આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા અથવા સજા કાપવા ચીન મોકલવામાં આવશે.
હોંગકોંગવાસીઓનો વિરોધ છે કે ચીનના કાયદોઓ જડ, માનવતાવિહિન અને સામ્યવાદી વિચારસરણીના છે તેથી આ સુધારાનો અમલ ન થવો જોઇએ.