હોંગકોંગઃ બે મહિનાથી પ્રસ્તાવિત પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ થઈ રહેલા દેખાવો બાદ હવે ચીન વિરુદ્ધ મોરચો ખૂલી ગયો છે. ત્યાં લોકતંત્રના સમર્થકોએ સ્વાયત્તતાની માગ સાથે તમામ સાત જિલ્લામાં હડતાળ હતી. આ ૧૯૬૭માં હોંગકોંગમાં માઓ જેડોંગના શાસનમાં થયેલી શ્રમિકોની હડતાળ બાદ સૌથી મોટી હડતાળ છે. તેમાં ૧૪ હજાર કર્મચારીઓના જોડાયા બાદ હવે એરપોર્ટના ૨૩૦૦ કર્મચારીઓ પણ જોડાઈ ગયા હતા. તેનાથી એરપોર્ટ પર વિમાન સંચાલન પ્રભાવિત થયું છે. લગભગ ૨૦૦ ફ્લાઇટ રદ કરાઈ હતી.
માર્ગો પર દેખાવકારોએ ઠેર ઠેર ચક્કાજામ કર્યાં હતા. દેખાવકારોએ જાણી જોઈને ટ્રેનોના દરવાજા ખુલ્લા રાખ્યા જેથી ટ્રેનો ચાલી જ ના શકે અને લાંબી લાઇનો પણ લાગી ગઈ હતી. પોલીસે પણ ઠેર ઠેર ટીયરગેસનો મારો ચલાવ્યો દેખાવકારોને
વિરવેખિર કરવાનો પ્રયાસ કર્યો પણ બળપ્રયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.