એથેન્સઃ ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં આવી હતી. આ પર્વને ફ્લોર વોર કહેવાય છે. લોકો માસ્ક પહેરી ટોળામાં માર્ગો પર લોટ અને રંગોથી હોળી રમે છે. પ્રસિદ્ધ બિઝનેસ પોર્ટવાળા ગેલેક્સીડીની વસતી માત્ર ૧૭૦૦ની છે. પરંતુ રંગોમાં ડૂબી જવા માટે ૧૨ દેશોના ૪૦૦૦ લોકો સામેલ થવા અહીં પહોંચ્યા હતા.
આ તહેવાર ઈસ્ટર કાર્નિલવનો હિસ્સો છે. હોળી બાદ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા બાળકોથી માંડીને વૃદ્ધોએ પતંગ પણ ચગાવ્યા હતા. આ પર્વ ઉપર ગ્રીસ ઉપરાંત આખા સાયપ્રસમાં જાહેર રજા હોય છે. એવું મનાય છે કે ગ્રીસ (યુનાન)માં આ પરંપરા ઓટમન સામ્રાજ્યમાં ૧૮૦૧થી શરૂ થઈ હતી. આ ઉપરાંત ગ્રીસમાં હોલિક દહનની માફક પોલ નામનો ઉત્સવ પણ મનાવાય છે. જેમાં લાકડાં ભેગા કરીને પ્રગટાવાય છે.
હોળીના વિવિધ રૂપ
• વિશ્વમાં રંગોનો તહેવાર અલગ-અલગ રીતે મનાવાય છે. અમેરિકામાં હોળી ફેસ્ટિવલ ઓફ કલરના નામે મનાવાય છે. ત્યાંના સ્પેનિશ ફોર્ક શહેરમાં ઈસ્કોન મંદિરમાં ૪૦,૦૦૦ લોકો એકત્રિત થાય છે.
• દક્ષિણ કોરિયામાં દર વર્ષે મડ ફેસ્ટિવલ યોજાય છે. તેમાં લોકો માટી અને કાદવથી હોળી રમે છે.
• સ્પેનમાં લોકો ગ્રીસથી હોળી રમે છે. સ્પેશનના બજારમાં કેજકમોરાજ નામનો ફેસ્ટિવલ થાય છે.
• જર્મનીના મ્યુનિચ શહેરમાં ઓક્ટોબર ફેસ્ટા ઉત્સવ મનાવાય છે જેમાં બિયરથી હોળી રમાય છે.
• બ્રિટનમાં ગ્લેસ્ટનબરી ફેસ્ટિવલમાં લોકો આખી રાત જાગે છે જેમાં પાણીનો મારો કરાય છે.
• ચિયાંગ માઈમાં દર વર્ષે ધ વોટર ફેસ્ટિવલ યોજાય છે અને હોળી રમાય છે.
• સ્પેનમાં દર વર્ષે ટોમેટિનો ફેસ્ટિવલ મનાય છે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.