કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુનો આંક પણ ઊંચો જઈ રહ્યો છે. દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં રોડોલ્ફો ગોમેઝે પૂંઠામાંથી એવો હોસ્પિટલ બેડ તૈયાર કર્યો છે, જે દર્દીના મોત બાદ કોફિનમાં ફેરવી શકાય. ગોમેઝ કહે છે કે કે, ઇક્વાડોરના ગ્યુએયાઈલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને રસ્તા પર ફેંકી દેવાયા હોવાનો વીડિયો જોયા બાદ મને આ વિચાર આવ્યો હતો. આ બેડમાં ધાતુની રેલિંગ્સ, વ્હિલ્સ અને બ્રેક લગાવવામાં આવ્યા છે. તેને ઉપર-નીચે કરી શકાય છે અને તે ૧૫૦ કિ.ગ્રા. વજન ઉઠાવી શકે છે. આ પ્રકારના બેડની કિંમત ૯૨થી ૧૩૨ ડોલર જેટલી જવા થાય છે. એક સંશોધનની રીતે જરૂર આ વિચાર નવતર છે, પણ જે જીવતા દર્દીને આ પ્રકારનો બેડ ફાળવાશે તેની માનસિક સ્થિતિ શું થશે તેની તો માત્ર કલ્પના કરવી રહી.