રશિયા, જર્મની, ફ્રાન્સ અને કેનેડાના સાત જેટલા એથ્લીટ દ્વારા તાજેતરમાં રશિયાના મોસ્કોમાં ૧૧૪૦ ફૂટની ઊંચાઈને રોપ વોક કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો છે. આ સાહસવીરોએ રશિયાના ઓકો ટાવર અને નવા ટાવર વચ્ચે રોપ વોક કર્યું હતું. આ પહેલાં સૌથી ઊંચાઇએ રોપ વોક કરવાનો વિશ્વ વિક્રમ એલેક્ઝાન્ડર સ્કલ્ઝના નામે હતો, તેણે મેક્સિકો સિટીમાં ૮૧૦ ફૂટની ઊંચાઈએ રોપ વોક કર્યું હતું.