દુબઈઃ માત્ર ચાર વર્ષની વયે જ મોબાઇલ એપ્લીકેશન ડેવેલપ કરનાર ૧૩ વર્ષનો એક ભારતીય એક સોફટવેર ડેવેલપમેન્ટ કંપનીનો માલીક પણ બની ગયો છે.
કેરળના વિદ્યાર્થી આદિથ્યાન રાજેશે કંટાળો દૂર કરવા શોખ ખાતર એણે માત્ર નવ વર્ષની વયે પોતાની પ્રથમ મોબાઇલ એપ્લીકેશન બનાવી હતી અને ત્યાર પછીથી પોતાના ગ્રાહકો અને અન્ય કંપનીઓ માટે લોગો અને વેબસાઇટ બનાવે છે.
માત્ર પાંચ વર્ષની વયે જ કોમ્પ્યુટર શીખી જનાર ટેક જાદુગર રાજેશે અંતે ૧૩ વર્ષની વયે 'ટ્રિનેટ સોલ્યુશન' નામની પોતાની કંપની શરૂ કરી હતી. તે કહે છે કે, હું કેરળના થિરૂવિલામાં જન્મ્યો હતો. પાંચ વર્ષનો હતો ત્યારે મારો પરિવાર અહીં આવી ગયો હતો. મારા પિતાએ મને જે પહેલી વેબસાઇટ બતાવી હતી તે બાળકો માટેની બીબીસી ટાઇપિંગ હતી જ્યાં યુવાનો અને વિદ્યાર્થીઓ ટાઇપિંગ શીખી શકે છે. એ પછી મને રસ પડતો ગયો અને હું શીખતો ગયો.
તેણે કહ્યું કે, ટ્રિનેટમાં હાલમાં ત્રણ કર્મચારીઓ છે જે તેના મિત્રો અને આદિથ્યાન સ્કૂલના જ છે. દુબઇમાં કંપનીના માલિક બનવા ૧૮ વર્ષની ઉમર જરૂરી છે. તેમ છતાં અમે એક કંપનીની જેમ જ કામગીરી કરીએ છીએ. અમે બાર ગ્રાહકો માટે અત્યારે કામ કરીએ છીએ અને તેમને અમારી ડિઝાઇન અને કોડિંગ સર્વિસ આપી હતી જે તદ્દન મફત હતી.