સાઉથ વેસ્ટ ચીનના ચેંગડુની આગવી ઓળખસમાન સિલ્વર ફિલામેન્ટ વડે સાકાર થયેલી મનમોહક કળાકૃતિઓ. ચેંગડુની સિલ્વર ફિલામેન્ટરી હોવરિંગ આર્ટ ૧૭૦૦ કરતાં પણ વધારે વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. આ કળાને શેંગડુનાં સાંસ્કૃતિક વારસામાં ફાઈવ ગોલ્ડન ફ્લાવર્સની ઉપમા મળી છે. આ ફાઈન ગોલ્ડન ફ્લાવર્સમાં સિલ્વર ફિલામેન્ટ આર્ટ ઉપરાંત શુ એમ્બ્રોઈડરી, શુ બ્રોકેડ લેકવીર વેર અને બામ્બૂ વીવિંગનો સમાવેશ થાય છે. આ કળાનો કલ્ચરલ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડિઝાઇનને ઓપ આપી રહેલાં ૫૯ વર્ષનાં દાઓ એન છેલ્લાં ૪૦ વર્ષથી સિલ્વર હોવરિંગ આર્ટ સાથે જોડાયેલાં છે. તેઓ ચાંગડુની સોના અને ચાંદીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં કામગીરીનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે આ લુપ્તપ્રાય થઇ રહેલી કળામાં નિપુણતા મેળવીને ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. આજે પોતાનો આગવો સ્ટુડિયો ધરાવતાં દાઓ સાથે તેમની પુત્રી વાંગ પણ જોડાઈ છે. દાઓ ઈચ્છે છે કે વધુને વધુ લોકો આ કળા સાથે જોડાય તો આ વારસો જીવંત રહે.