૧૮૦૦ શીખ શ્રદ્ધાળુઓને ભારતીય અધિકારીઓને મળતા રોકાયા

Wednesday 18th April 2018 07:38 EDT
 

નવી દિલ્હીઃ ભારતથી ૧૮૦૦ શીખ તીર્થ પ્રવાસી બૈશાખી મનાવવા ૧૦ દિવસ માટે રાવલપિંડીના ગુરુદ્વારાએ ગુરુ ગ્રંથસાહિબ ગયા હતા. કેટલાક અન્ય સ્થળે જવાનું પણ તેમનું આયોજન છે. પાકિસ્તાને આ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને મળતા અટકાવ્યા હતા અને પ્રોટોકોલ પણ નિભાવવા દીધો નહોતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અયોગ્ય વર્તણૂક છે. એક સામાન્ય પ્રક્રિયા છે કે ભારતીય અધિકારીઓને ત્યાં જતા શીખ તીર્થયાત્રાઓને મળવાની છૂટ હોય છે. કાઉન્સેલર અને પ્રોટોકોલ પ્રક્રિયા હેઠળ આ છૂટ મળે છે. તેનો આશય મેડિકલ ઇમર્જન્સી અથવા અન્ય કોઈ સમસ્યામાં એકબીજાની મદદ કરવાની હોય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter