ટેકનોલોજીના આગમનની સાથે મનોરંજનના માધ્યમો પણ બદલાઇ ગયાં તો સાથે સાથે એ જ માધ્યમો અઢળક કમાણીનું સાધન પણ બની રહ્યાં છે. યુ ટ્યુબ આવું જ એક માધ્યમ છે જેના દ્વારા લોકો આજે અઢળક કમાણી કરી રહ્યાં છે, આવો જોઇએ યુ ટ્યુબ દ્વારા કરોડોની કમાણી કરી રહેલા યુટ્યુર્સને.. વિશ્વમાં યુ ટ્યુબ દ્વારા વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ ૫૪ બિલિયન ડોલરની કમાણી કરનાર શખ્સ છે મી.બીસ્ટ ઉર્ફે જીમી ડોનાલ્ડસન. ભારતીય રૂપિયામાં તેમની કમાણી રૂપિયા ૪૦૦ કરોડ કરતાં વધુ રહી હતી. ભારતમાં અમિત ભડાનાએ વર્ષ ૨૦૨૧માં યુ ટ્યુબ દ્વારા સૌથી વધુ રૂપિયા ૪૦ કરોડની કમાણી કરી હતી.
વિશ્વના ટોપ ટેન યુ ટ્યુબર્સમાં એક માત્ર
૭ વર્ષની બાળકીને સ્થાન
વિશ્વના ટોપ ટેન યુ ટ્યુબર્સમાં એક માત્ર મહિલાને સ્થાન અપાયુ છે અને તે છે ૭ વર્ષની બાળકી અનાસ્તાસિયા રેડઝિન્સ્કાયા. તે નસ્ત્યા તરીકે જાણીતી છે અને તેની ૧૧ યુ ટ્યુબ ચેનલ પર ૧૦૦ મિલિયન કરતાં વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. વર્ષ ૨૦૨૧માં તેની કમાણી ૨૮ મિલિયન ડોલર રહી છે.