શ્રીનગરઃ જર્મની, કેન્ડા ફ્રાન્સ અને અફઘાન સહિત ૨૫ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ ૧૨મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કર્યા પછીની સ્થિતિનું નિરીક્ષણ કરવા આ પ્રતિનિધિમંડ પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રતિનિધિમંડળ બારામુલા, શ્રીનગર અને જમ્મુની મુલાકાતે પણ પહોંચ્યું હતું. સિવિલ સોસાયટીના સભ્યો સાથે પ્રતિનિધિ મંડળના સભ્યોએ મુલાકાત કરી હતી. બેઠકમાં વિવિધ ધર્મ, સામાજિક અને આર્થિક સમુદાય સ્થાનિક વેપાર વર્ગ, રાજકારણીઓ, મીડિયા અને વહીવટીતંત્ર સાથે સંકળાયેલા યુવાનોનો પણ સમાવેશ થતો હતો. જાન્યુઆરી, ૨૦૧૯માં અમેરિકી રાજદૂતના નેતૃત્વમાં ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળે કાશ્મીરની મુલાકાત કરી હતી.