અમેરિકાના મેરિલેન્ડમાં ૨૫૯ વર્ષ જૂની ૩.૬૨ લાખ કિલો વજનની ઐતિહાસિક ઇમારતને સમુદ્રના માર્ગે ૮૦ કિલોમીટર દૂર શિફ્ટ કરવામાં આવી છે. ઇમારતના માલિકે કહ્યું કે તેને શિફ્ટ કરવાની તૈયારી બે વર્ષથી ચાલતી હતી અને તેની પાછળ આશરે ૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઇમારતને પોર્ટ સુધી લાવવા માટે રોબોટિક ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો. ટ્રકમાં ૧૫૦ પૈડાં હતાં. આ પછી માલવાહક જહાજની મદદથી ક્વીન્સટાઉનના બંદર સુધી લઈ જવામાં આવી. સ્થાનિક મીડિયા અહેવાલ ઇમારતને ૮૦ કિલોમીટરની યાત્રા પૂરી કરવામાં ૧૪ દિવસનો સમય લાગ્યો હતો.