પેરિસઃ ચીનની મલ્ટિનેશનલ ડાયરેક્ટ સેલિંગ કંપની ટીઆંશીએ ૨૦ વર્ષ પૂરા કર્યા છે તેની સફળતાની ખુશી વહેંચવા માટે ચેરમેન લી જિનયુઆને રસપ્રદ પદ્ધતિ અપનાવી છે. તેમણે આ માટે ૯૫ કરોડ રૂપિયા ખર્ચીને ૬૫૦૦ કર્મચારીઓને ફ્રાન્સની મફત સેર કરાવી છે. ટૂરમાં શોપિંગ ઉપરાંત દરેક ખર્ચ કંપની તરફથી ઉઠાવાયો હતો. બે દિવસ પેરિસ ફરીને કર્મચારીઓ શનિવારે સાઉથ ફ્રાનસની નાઇસ સિટી પહોંચ્યા હતા. સ્થાનિક લોકો અને પર્યટકોને જ્યારે ટૂર વિષે જાણકારી મળી ત્યારે પૂછી બેઠા હતા કે તમારી કંપનીમાં વેકેન્સી છે કે કેમ.