૮ હજારની હત્યાના દોષી બોસ્નિયાના કસાઇની છેલ્લી અપીલ પણ ફગાવાઇ

Thursday 17th June 2021 05:31 EDT
 
 

દુનિયામાં ‘બોસ્નિયાનો કસાઈ’ તરીકે જાણીતો રાત્કો મ્લાદિચ ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં યુએન ક્રાઈમ ટ્રિબ્યુનલે તેની સજા ઓછી કરવાની છેલ્લી અપીલ પણ ફગાવી દીધી છે. તે પ્રમાણે રાત્કોની આજીવન કેદની સજા યથાવત્ રહેશે. બ્રામેઅર્ત્સનું કહેવું છે કે, હવે આ કસાઈ પાસે વધુ અપીલની કોઈ શક્યતા નથી. કોર્ટનો આ છેલ્લો ચુકાદો છે.
રાત્કો મ્લાદિચનું નામ સાંભળતા આજે પણ બોસ્નિયાના નાગરિકોના ચહેરા પર ડર છવાઈ જાય છે. આ એ શખસ છે, જેણે આઠ હજાર લોકોનો નરસંહાર કર્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. આ નરસંહાર માટે સર્બિયાના પ્રમુખ સ્લોબોદાન મિલોસેવિચ અને સર્બિયન નેતા રાદોવાન કારાદજિક પર પણ કેસ ચાલ્યો હતો. ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ ફોર ધ ફોર્મર યુગોસ્લાવિયા (આઈસીટીવાય) એ મ્લાદિચને ૪૦ વર્ષની સજા ફટકારી હતી, જ્યારે મિલોસેવિકનું ટ્રાયલ વખતે જ મોત થઈ ગયું હતું.
મ્લાદિચે નિ:શસ્ત્ર લોકો પર આડેધડ ગોળીઓ ચલાવવાનો આદેશ કર્યો હતો. ૧૯૯૨માં આ ઘટનાની શરૂઆત એક જનમત સંગ્રહથી થઈ હતી. તેમાં જ્યાં બોસ્નિયા અને ક્રોએશિયાના નાગરિકોએ આઝાદીના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો. બીજી તરફ, સર્બિયન લોકોએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. આઝાદી ઈચ્છતા લોકોનું મોં બંધ કરવા માટે મ્લાદિચે સેનાનો દુરુપયોગ કર્યો હતો.
બીજા વિશ્વ યુદ્ધ પછી નરસંહારનો સૌથી મોટો કેસ
જનરલ મ્લાદિચના આદેશ પ્રમાણે જુલાઈ ૧૯૯૫માં સર્બિયન સેનાએ આઠ હજારથી વધુ બોસ્નિયન મુસલમાનોની હત્યા કરી હતી. તેમાં માસૂમ બાળકો પણ સામેલ હતાં. બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં થયેલો આ સૌથી મોટો નરસંહાર છે.
આ મુદ્દે ૨૦૧૭માં ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે મ્લાદિચને આજીવન કેદની સજા
ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter