નવી દિલ્હીઃ કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.
કોરોનાને ઊભા કરેલા આર્થિક સંકટના ભાગરૂપે મે મહિનાથી અત્યાર સુધી ૮.૮૩ લાખ અપ્રવાસી લોકો કેરળમાં પાછા આવી ગયા છે, જે પૈકી લગભગ ૫.૫૨ લાખ લોકો એમની નોકરી ગુમાવી ચૂક્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
કેરળ રાજ્ય સરકારના અપ્રવાસી કેરળવાસીઓની બાબતોના વિભાગે આ સંદર્ભે આંકડા પ્રસિદ્ધ કર્યા છે. જે અનુસાર મે, ૨૦૨૦ના પ્રથમ સપ્તાહથી ૪ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં કુલ ૮.૪૨ લાખ મલયાલી લોકો વિદેશમાંથી કેરળ પાછા ફર્યા છે.
કેરળ પાછા ફરેલા અનેક લોકોએ એમના રોજગાર વીઝાની મુદત પુરી થઇ જતા વતનમાં પાછા ફર્યા હોવાનું એમણે જણાવ્યું છે. આ જૂથમાં લગભગ ૨.૦૮ લાખ લોકોનો સમાવેશ થાય છે.