ચેન્નાઈઃ ઓખી વાવાઝોડાંએ ૨૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ તોડયો છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આટલું અંતર કાપનારું ઓખી દેશનું પ્રથમ વાવાઝોડું છે. ઓખીને હવામાન વિભાગના અધિકારીએ ત્રણ દશકાનું સૌથી ભયાનક વાવાઝોડું ગણાવ્યું હતું. બંગાળની ખાડીથી લઈને ગુજરાતના કાંઠા સુધી પહોંચનારું ઓખી વાવાઝોડું સૌથી વધુ અંતર કાપનારું વાવાઝોડું બની ગયું છે. ઓખીએ રેકોર્ડ બ્રેકિંગ ૨૪૦૦ કિલોમીટર અંતર કાપ્યું હતું. આટલું અંતર છેલ્લાં ૪૦ વર્ષમાં એક પણ વાવાઝોડાએ હિંદ મહાસાગરમાં કાપ્યું નથી.