યુનાઇટેડ નેશન્સઃ સ્વીડનની ૧૬ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે યુનાઇટેડ નેશન્સની ઉચ્ચ સ્તરીય કલાયમેન્ટ એકશન કોન્ફરન્સમાં મહાસચિવ એન્તાનિયો ગુતારેસ સહિત વિશ્વના મોટા નેતાઓ સમક્ષ જણાવ્યું કે, યુવાનોને હવે સમજ પડી ગઇ છે કે કલાયમેટ ચેન્જ મુદ્દે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે અને તમે હજુ પણ આ અંગે કંઇ પણ નહીં કરશો તો આગામી પેઢી તમને ક્યારેય પણ માફ નહીં કરે. ગ્રેટાના આ ભાષણની યુએનના વડાએ પણ પ્રશંસા કરી હતી.