‘પાણીદાર’ વિક્રમઃ હંગેરીનો યુવાન 59 કલાક વીડિયો ગેમ રમ્યો

Sunday 18th February 2024 05:11 EST
 
 

બુડાપેસ્ટઃ હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં રહેતા બાર્નાબાસ વુજિટી ઝૂલોલ્નેએ 59 કલાક 20 મિનિટ એટલે કે સતત અઢી દિવસ વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ ગેમ રમીને વીડિયોગેમ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ તોડયો છે. બુડાપેસ્ટમાં રસોઈયા તરીકે કામ કરતા બાર્નાબાસે અગાઉના રેકોર્ડને 23 કલાક 31 મિનિટથી હરાવ્યો હતો. બાર્નાબાસનો સમગ્ર રેકોર્ડ હંગેરિયન ગેમિંગ વેબસાઇટના સ્ટુડિયોમાંથી લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટ્રીમમાંથી મળેલી તમામ આવક ચેરિટીમાં દાન કરાઇ હતી. નિયમો મુજબ, બાર્નાબાસે સતત રમવા દરમિયાન દરેક કલાક પછી પાંચ મિનિટનો આરામનો સમય મેળવ્યો હતો. આ 5 મિનિટ દરમિયાન તે જમી શકે, નેપ લઈ શકે છે અથવા બાથરૂમનો ઉપયોગ કરી શકતો હતો. તેણે રેકોર્ડ દરમિયાન ચા-કોફીની જગ્યાએ લગભગ 15 લિટર પાણી પીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter