સેન્ટ પિટર્સબર્ગઃ રશિયાની મુલાકાતે આવેલા ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાએ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને ‘મારા પ્રિય મિત્ર, ભાઈ’ અને સાથી તરીકે ગણાવ્યા હતા. ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ સેન્ટ પિટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા સતત ઝિમ્બાબ્વેનું વૈશ્વિક સાથી રહ્યું છે.
એમનાન્ગાગ્વાએ રશિયાની આઝાદી અને પ્રાદેશિક સાર્વભૌમત્વની રક્ષા કરવા બદલ પુતિનને બિરદાવ્યા હતા. તેમણે પશ્ચિમના દેશો પર પ્રહાર કરવા સાથે ઝિમ્બાબ્વે પરના પ્રતિબંધોનો અંત લાવવાની હાકલ કરી હતી. આમ છતાં, ઝિમ્બાબ્વે બિઝનેસ માટે ખુલ્લા મનનું હોવાનું પણ જણાવ્યું હતું.