ભારતમાં જેમ હિન્દુ ધર્મમાં માઘસ્નાન પરંપરા છે તેમ જાપાનમાં નવાં વર્ષે બરફથી ઠંડાગાર કરેલા પાણીમાં આ પ્રકારે સ્નાન કરી નવાં વર્ષની પ્રાર્થના કરવાની પરંપરા છે. શિન્ટો નામની આ પરંપરાગત વિધિમાં લોકો ધાર્મિક સ્થાન પર એકત્ર થઈને સફેદ વસ્ત્ર ધારણ કરીને અતિશય ઠંડા પાણીમાં પ્રવેશ કરે છે અને આ પાણીમાં ઉભા રહીને પ્રાર્થના કરે છે. ટોક્યોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ સમગ્ર વિશ્વને કોરોનાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.