• ચીનના બે અવકાશયાત્રીઓ એક મહિનો સ્પેસ સ્ટેશનમાં રહેશે

Wednesday 19th October 2016 08:32 EDT
 

ચીને ૧૭મીએ તેમના બે અવકાશયાત્રીઓ જિંગ હૈપેંગ અનેચેન ડોંગને સફળતાપૂર્વક ચીની અવકાશ મથક ટિઆનગોંગ-૨ તરફ રવાના કર્યાં હતાં. મોંગોલિયાના ગોબી રણ વિસ્તારમાં આવેલા સ્પેસ લોન્ચિંગ પેડ પરથી ચીનનું આ સૌથી લાંબુ સ્પેસ અભિયાન લોન્ચ થયું હતું. બન્ને ચીની અવકાશયાત્રીઓ એક મહિના સુધી ટિઆનગોંગ-૨માં રહેશે.
• ઓમરની ન્યૂ યોર્ક એરપોર્ટ પર બે કલાક તપાસઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા તાજેતરમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે યુએસ ગયા હતા. ન્યૂ યોર્કમાં ૧૭મીએ તેમની બે કલાક સુધી સેકન્ડરી ઈમિગ્રેશન તપાસ કરવામાં આવી હતી. અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આ અંગે કહ્યું હતું કે, આવું ત્રીજી વખત થયું છે. આના કરતાં તો હું ઘરે રહ્યો હોત તો સારુ થાત. બે કલાક પૂરા બેકાર ગયા.
• થાઈલેન્ડમાં સાત દશકના શાસક રાજા ભૂમિબોલનું અવસાનઃ થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી પર બિરાજમાન થયા પછી પ્રેમાળ રાજાએ સતત સાત દાયકા સુધી શાસન સંભાળ્યું હતું. થાઇલેન્ડની ચડતી અને પડતીમાં તેમને જ સ્થિર પિલર માનવામાં આવતા હતા. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ બીમાર હતા. તેમના પુત્ર અને ૬૩ વર્ષના ક્રાઉન પ્રિન્સ મહાવજિર લોંગકોર્ન થાઇલેન્ડના નવા રાજા બનશે.
• ભારતીય જવાન ચવાણ અમારી કસ્ટડીમાં છે, પાક.ની કબૂલાતઃ ભારતીય સેનાના ૨૨ વર્ષીય જવાન ચંદુ બાબુલાલ ચવાણ બે અઠવાડિયાથી ગુમ હતા. આ મુદ્દે પાકિસ્તાને આખરે ૧૫મીએ કબૂલ્યું છે કે, આ ભારતીય જવાને લાઈન ઓફ કંટ્રોલ ઓળંગી હોવાથી અમે તેની ધરપકડ કરી હતી. હાલ તે અમારી કસ્ટડીમાં છે.
• પ્રથમ વખત ગીતકારને સાહિત્યનું નોબેલઃ અમેરિકન ગીતકાર બોબ ડિલનને આ વર્ષે સાહિત્યનું નોબેલ જાહેર થયું છે. ૧૧૫ વર્ષના નોબેલ પુરસ્કાર ઇતિહાસમાં પહેલી વખત કોઈ ગીતકાર સાહિત્યના નોબેલ માટે પસંદગી પામ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter