અમેરિકાના બાલ્ટિમોરમાં આ વર્ષના ૧૧ મહિનામાં હત્યાના ૩૧૩ કિસ્સા નોંધાયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે ૩૦૦ જેટલા હત્યાના ગુના નોંધાયા હતા. તેનો અર્થ એવો થઈ શકે કે હજુ ડિસેમ્બરમાં આવા વધુ બનાવો નોંધાશે. ૧૯૯૦ની શરૂઆતમાં નોંધાયેલા હત્યાના વિક્રમરૂપ ૩૫૩ કેસો કરતા તે સંખ્યા આ વર્ષે વધી જશે.
• સાઉદી અરેબિયામાં સિનેમાગૃહો પરનો પ્રતિબંધ ઉઠાવાયો
સાઉદી અરેબિયામાં સિનેમા પરનો ૩૫ વર્ષથી અમલી પ્રતિબંધ ઉઠાવી લેવાતા સિનેરસિકો, ડિરેક્ટરો અને ફિલ્મ કંપનીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી અને તેમણે તેની ઉજવણી કરી હતી. ઉદારવાદી સુધારાના ભાગરૂપે આગામી માર્ચથી સિનેમાગૃહોમાં ફિલ્મો દર્શાવવાનું શરૂ થશે. આ અગાઉ કોન્સર્ટ તથા કોમે઼ડી શો તેમજ મહિલાઓને ડ્રાઈવિંગ પરથી પ્રતિબંધ ઉઠાવાયો હતો. સરકાર દ્વારા જણાવાયું હતું કે તે ૨૦૩૦ સુધીમાં ૨,૦૦૦ સ્ક્રીન સાથે ૩૦૦ સિનેમાગૃહ શરૂ કરવા માગે છે. આ ઉદ્યોગ અર્થતંત્રને ૯૦ અબજ રિયાલ (૧૮ બિલિયન પાઉન્ડ)નું યોગદાન આપશે અને ૩૦,૦૦૦ જોબ ઉભી કરશે.
• ચીનમાં હવે ભાડૂતી પેરન્ટ્સ પણ ઉપલબ્ધ
ચીન ભાડૂતી બોય ફ્રેન્ડસ અને ભાડૂતી બ્રાઈડસમેઈડ માટે જાણીતું છે. હવે આપ આપના શિક્ષકોની નીકટના સગા સાથે મુલાકાત કરાવી શકો તેમ ન હોય ત્યાં ભાડૂતી પેરન્ટ્સ તેમની સેવા આપી રહ્યા છે. સ્કૂલ પેરન્ટ્સ ઈવનિંગથી લઈને નવી ગર્લફ્રેન્ડ અને માતા-પિતા સાથેની પહેલી મુલાકાત જેવી પેચીદી પરિસ્થિતિઓમાં મદદ કરે છે. તેઓ માને છે કે થોડાક સમય પૂરતું પણ તેઓ સંભવિત સામાજિક આપત્તિને ટાળી શકે છે.
• ફ્રાંસમાં વિદ્યાર્થીઓને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
ફ્રાંસમાં સપ્ટેમ્બર ૨૦૧૮થી શરૂ થતા પ્રાથમિક અને માધ્યમિક શાળાના સત્રથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે તેમ એજ્યુકેશન મિનિસ્ટરે જણાવ્યું હતુ. ફ્રાંસમાં ક્લાસરૂમમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ છે. પરંતુ નવા સત્રથી વિદ્યાર્થીઓ બ્રેક અને લંચ ટાઈમમાં પણ મોબાઈલ ફોન રાખી શકશે નહીં.