પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
• બોગસ ભારતીય ડોક્ટરને ૩૦૦૦૦ ડોલરનો દંડઃ ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મૂળનો શ્યામ આચાર્ય બ્રિટિશ ડોક્ટર બનીને અનેક હોસ્પિટલોમાં લગભગ ૧૦ વર્ષથી કામ કરી રહી હતી. હવે તેનો ભાંડો ફૂટતાં સોમવારે તેના કૃત્યને ગંભીર ગુનો ગણીને તેને ૩૦,૦૦૦ ડોલરનો દંડ ફટકારાયો છે. શ્યામ પોતાને બ્રિટનથી આવેલો ડોક્ટર સારંગ ચિતાલે કહેતો હતો.
• પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલોઃ પોલેન્ડમાં પોન્જાનમાં પહેલીએ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હતો. સ્થાનિકોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સુષ્મા સ્વરાજે પોલેન્ડના રાજદૂત પાસે આ અંગે રિપોર્ટ માગ્યા છે.
• દ. કોરિયાના પ્રથમ મહિલા પ્રમુખ કેદી નં. ૫૦૩ઃ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા પ્રમુખ પાર્ક ગ્યુન હેને ભ્રષ્ટાચારના આરોપસર પહેલી એપ્રિલે જેલ ભેગા કરી દેવાયા છે. જેલમાં તે કેદી નંબર ૫૦૩ છે.
• કોલમ્બિયાના મોકોમાં ભૂસ્ખલ ૧૫૪નાં મોતઃ કોલંબિયાની દક્ષિણ પશ્ચિમ સરહદે આવેલા પુતોમાયોમાં ભારે વરસાદથી જમીન ધસી પડતાં અનેક મકાનો તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ૧૫૪ લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. કોલંબિયાના પ્રમુખ જૌન મેન્યુઅલ સેન્ટોસ તાત્કાલિક મોકો પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
• શિયાપંથી મસ્જિદ નજીક હુમલામાં ૨૨નાં મોતઃ પાકિસ્તાનના કબીલા વિસ્તાર પારાચિનારમાં ૩૧મી માર્ચે સવારે શિયા મસ્જિદ નજીક થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ૨૨ થઈ હતી. ઘટનામાં ૭૦થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. તાલિબાને હુમલાની જવાબદારી લીધી હતી.
• બગદાદમાં ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ૧૭નાં મોતઃ ઇરાકની રાજધાની બગદાદમાં ૩૦મીએ થયેલા આત્મઘાતી ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ૧૭ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ ચોકીને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો જેમાં ૬૦ વ્યક્તિને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ છે. જોકે હુમલાની જવાબદારી કોઈ ત્રાસવાદી સંગઠને સ્વીકારી નથી.
• ‘યુએસ ચૂંટણીમાં રશિયાની દખલગીરી હતી’: અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે, તે વિશ્વાસથી કહી શકે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાએ દખલગીરી કરી હતી.
• ગુરુદ્વારામાં મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસઃ અમેરિકાના ઓરેગોન રાજ્યના ગુરુદ્વારામાં રવિવારે રાત્રે એક ભારતીય મહિલા સેવાદાર પર ૩૭ વર્ષીય ટિમોથી વોલ્ટર સ્કિમિટે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. ટિમોથીની ધરપકડ કરાઈ છે.