નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમો

Tuesday 13th October 2015 09:32 EDT
 

* મિલન ગ્રુપ વોલિંગ્ટન દ્વારા ધ સેન્ટર, મિલોન રોડ, વોલિંગ્ટન SM6 9RPખાતે તા.૨૨ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ કાંતિભાઈ ગણાત્રા 020 8669 5014.

* શ્રી સોરઠિયા વણિક એસોસિએશન અને મા કૃપા ફાઉન્ડેશન દ્વારા તા. ૨૧-૧૦-૧૫ સુધી કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, HA8 6AN ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કિશોર વ્યાસ, મયુર બુધ્ધદેવ અનેકનક પોપટતેમજગૃપ લાઇવ સંગીત રજૂ કરશે. સંપર્ક ઃ સુધા માંડવિયા 07956 815 101.

* પ્રજાપતિ યુથ ગૃપ, હંસલો દ્વારા ધ હીથલેન્ડ સ્કૂલ, વેલિંગ્ટન રોડ (સાઉથ) હંસલો TW4 5JD ખાતે તા. ૨૨-૧૦-૧૫ સુધી રોજ રાતના ૮થી ૧૦ દરમિયાન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૬ના રોજ શરદપૂનમની ઉજવણી થશે.

* નારણજી વેલજી મારૂ પરિવાર દ્વારા એડન દેપાલા યુકે કમ્યુનિટી, ૬૭એ, ચર્ચ લેન, ઈસ્ટ ફિંચલી, લંડન N2 8DR દ્વારા તા. ૨૧-૧૦-૧૫ સુધી નવરાત્રિ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ મહેન્દ્રભાઈ મારૂ - 07956 570 610.

* સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા આ વર્ષે નોર્બરીમાં મેનોર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્ઝીંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, ક્રોયડન CR7 8BT ખાતે તા. ૨૧-૧૦-૧૫ સુધી રોજ સાંજે ૭-૩૦થી ૧૧-૦૦ કલાક સુધી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.શરદપૂનમ તા. ૨૭ના રોજ ઉજવાશે. સંપર્ક: ઘનશ્યામ પટેલ - 07932 781 163.

* રેડબ્રીજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા આગામી તા. ૧૯થી ૨૨ અોક્ટોબર દરમિયાન નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શરદપુનમ તા. ૨૬-૧૦-૧૫ના રોજ ઉજવાશે. સંપર્કઃ સૂર્યકાંત પટેલ - 020 8270 2303.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter