'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ બપોરે ૩ કલાકે સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ ડાયાબિટીશ અને મેદસ્વીતાને પગલે થઇ રહેલા રોગો અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહે રજૂ થશે.