'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ' દિવસની લંડનગરાએ ઉજવણી કરી

Monday 11th January 2016 14:41 EST
 

માણસ જાત અવનવા અખતરા અને ઉજવણીઅો કરવા માટે જાણીતી છે. આવી જ એક ઉજવણી 'નો પેન્ટ્સ સબવે રાઇડ' દિવસની છે. જેમાં ભાગ લેનાર મહિલા કે પુરૂષે ટ્રાઉઝર સિવાયના તમામ કપડા પહેરીને ટ્યુબમાં મુસાફરી કરે છે. લંડનમાં 'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ'ના નામે અોળખાતી આ ઉજવણીમાં ધીમેધીમે મોટી સંખ્યામાં યુવાન યુવતીઅો ભાગ લઇ રહ્યા છે. જેમને અગાઉથી આ દિવસની ખબર હોતી નથી તેઅો ટ્યુબ સ્ટેશને આવીને પોતાના ટ્રાઉઝર કાઢીને બેગમાં મૂકી દઇ ઉજવણીમાં જોડાઇ જાય છે.

આનંદની ઉજવણીના આ તહેવારમાં લોકો એક નિર્ધારીત જગ્યાએ એકઠા થાય છે અને પછી પબમાં જઇ દારૂ બીયરની મઝા માણી ઉજવણી કરે છે. આ દિવસની શરૂઆત ન્યુયોર્કમાં ૨૦૦૨માં 'ઇમ્પ્રુવ એવરીવેર' દ્વારા કરાઇ હતી. શરૂઆતમાં ૭ જણાએ પ્રાન્ક તરીકે મુર્ખામીની ઉજવણીના આ દિવસની શરૂઆત કરી હતી અને આજે સમગ્ર વિશ્વના ૨૫ દેશોના ૬૦ શહેરોના લોકો તેમાં જોડાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter