લંડનઃ યુકેમાં તમામ ક્ષેત્રમાં બ્રિટિશ શીખ સમુદાયના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી વૈશાખીની શુભેચ્છાઓ પાઠવી હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે શીખ અગ્રણીઓ સાથે વૈશાખીની ઉજવણી કરવામાં આવી હતી.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં બ્રિટિશ શીખ સમુદાયના યોગદાનની ઉજવણી કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ભવિષ્યમાં પણ સમુદાય યોગદાન આપતો રહેશે. બ્રિટિશ સેના, સ્કૂલ, એનએચએસ, ચેરિટી સંસ્થાઓ અને બિઝનેસમાં શીખ સમુદાય યોગદાન આપી રહ્યો છે. આપણા ઇતિહાસને જોશો તો વિશ્વયુદ્ધોમાં બ્રિટન વતી લડવું અને આજના સમયમાં કોસ્ટ ઓફ લિવિંગ સામે સંઘર્ષ કરતા લોકોને સમગ્ર બ્રિટનના ગુરુદ્વારાઓ દ્વારા કરાતી મદદ પ્રશંસનીય છે.
આ પ્રસંગે આરએએફ આર્મી પર્સોનલ્સ સહિત સાંસદ ટેન ઢેસી, કાઉન્સિલર કમલ પ્રીત કૌર, બેરિસ્ટર જસવીર સિંહ સીબીઇ, કાઉન્સિલર સિમરન ચીમા સહિત બ્રિટિશ શીખ સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.